સ્ટીલનો યંગ મોડયુલસ, પિત્તળના યંગ મોડયુલસ કરતાં બમણો છે. સમાન લંબાઇ અને સમાન આડછેદનું ક્ષેત્રફળવાળા એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સ્તર પર હોય, તો સ્ટીલ અને પિત્તળના તારોના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર કેટલો હોવો જોઇએ?
$2:1$
$1:2$
$1:1$
$4:1$
એક અચળ કદ ધરાવતા લોખંડના ટુકડામાથી એક તાર બનાવવામાં આવે છે તો તેના પર અચળ બળ $F$ લગાવવા તેની લંબાઈમાં થતો વધારો કોના સમપ્રમાણ માં હોય ?
જયારે તાર પર $4N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ $a$ છે.જયારે $5N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ $b$ છે.તો જયારે $9N$ નું બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઇ કેટલી થાય?
બિલ્ડિંગ અને પુલમાં થાંભલાનો આકાર કેવો હોય છે ?
સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સુઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). પિરામિડની રચના કરતાં તમામ કલાકારો, પાટિયા અને ટેબલનું કુલ દળ $280\, kg$ છે. તળિયે પોતાની પીઠ પર સૂઈ રહેલ વ્યક્તિનું દળ $60\, kg$ છે. આ વ્યક્તિના દરેક સાથળનાં હાડકાંની લંબાઈ $50\, cm$ અને અસરકારક ત્રિજ્યા $2.0\, cm$ છે. વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો.
યંગ મોડ્યુલસ આધાર રાખે છે.